Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓનલાઇન ઠગાઈ ,80 લાખ લેવા જતા 49 લાખ ગુમાવ્યા

  • March 30, 2023 

ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકી દ્વારા અનેક પ્રકારની લોભામણી સ્કીમો મુકીને લોકોને ફસાવવામાં આવી રહ્યા હોવાના વારંવાર બનાવ બની રહ્યા છે ત્યારે વડોદરા ના એક યુવકને ઓનલાઇન કામ કરીને રોજની સારી એવી આવક ઊભી કરવાના નામે ફસાવીને 49 લાખ પડાવી લીધા હોવાનો બનાવ બનતા સાયબર સેલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


આજવા રોડ વિસ્તારમાં રહેતા પ્રતીક પટેલ નામના યુવકને ડિસેમ્બર 2022માં ટેલિગ્રામ ઉપર સીરીના નામે એક મેસેજ આવ્યો હતો. ચેટિંગ દરમિયાન સીરીનાએ ઓનલાઈન રેટિંગની જોબ માટે ઓફર કરી હતી અને રોજનું 1500 થી 4500 સુધીની આવક થશે તેમ કહ્યું હતું.સીરીનાએ યુવકને કહ્યું હતું કે તમારી માહિતી મેં શિવાની નામની છોકરીને આપી હોવાથી હવે પછી શિવાની તમારી સાથે વાત કરશે. ત્યારબાદ સીરીનાયે જે ટેલિગ્રામ આઈડી પરથી વાત કરી હતી તે એકાઉન્ટ બંધ થઈ ગયું હતું. ત્યારબાદ શિવાનીએ મારો સંપર્ક કરી ટુર્સ અને ટ્રાવેલ્સના પેકેજના રેટિંગ કરવાનું કામ શીખવાડ્યું હતું અને મારો યુઝર આઇડી અને પાસવર્ડ ક્રિએટ કરાવ્યો હતો.


શિવાનીએ ઓનલાઇન ટાસ્ક આપવાનું કહી વેબસાઈટ પર કેવી રીતે કામ કરવું તે સમજાવ્યું હતું અને મેક મની સિમ્પલ તેમજ મનીઅરની ટ્રિક્સ નામના ટેલિગ્રામ ગ્રુપમાં એડ કર્યો હતો. આ ગ્રુપમાં જોઈન્ટ થયેલા મેમ્બર્સ દ્વારા તેમને મળતા વળતરના સ્ક્રીનશોટ મૂકવામાં આવતા હોવાથી મને વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ શિવાનીએ મારી પાસે ટ્રાયલ પેટે ટાસ્ક કરાવી મારા એકાઉન્ટમાં રૂ.800 જમા કરાવ્યા હતા. કંપનીના નિયમ મુજબ પહેલા ડિપોઝિટ જમા કરાવી પછી વળતર મળતું હોવાથી મેં તે રીતે ડિપોઝિટ જમા કરાવતા મારા બેન્ક એકાઉન્ટમાં વળતર પેટે 54874 જમા થયા હતા.


યુવકને વિશ્વાસ આવી ગયા બાદ ઠગ ટોળકીએ તેને એક સાથે 30 ટાસ્ક આપ્યા હતા અને કંપનીના નિયમ મુજબ ડિપોઝિટ જમા કરવાનું કહ્યું હતું. જેની સામે યુવકને 49.34 લાખ જમા કરાવી 80 લાખનું વળતર મળે તેમ હતું. યુવકે રૂપિયા જમા કરાવ્યા બાદ વળતરરૂપે તેને કાંઈ નહીં મળતા તેની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતા 14 એકાઉન્ટ ધારકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application