Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સંજાણ દક્ષિણ રેન્જનાં બિટગાર્ડને લાંચ લેવાના ગુનામાં એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

  • March 22, 2025 

વલસાડ જિલ્લાનાં સંજાણ દક્ષિણ રેન્જનાં બિટગાર્ડ નરેશ દાદુભાઈ ભોંયાની વલસાડ એ.સી.બી.એ લાંચ લેવાના ગુનામાં ધરપકડ કર્યા બાદ વાપીના સ્પેશિયલ જજ ટી.વી.આહુજાની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સંજાણ દક્ષિણ રેન્જના બીટગાર્ડ નરેશ દાદુભાઈ ભોંયાની વલસાડ એ.સી.બી.એ લાંચના ગુનામાં ધરપકડ કરી દિન ત્રણના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરતા રિમાન્ડ અરજી સંદર્ભે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તા.૨૧ના રોજ કલાક ૧૭:૦૦ વાગ્યા સુધી (એક દિવસના) રિમાન્ડ ઉપર સોંપવાનો કરવાનો હુકમ કર્યો છે.


ઉમરગામ તાલુકાના સંજાણ રેન્જમાં આવતા ભીલાડ વન પેદાશ ચેકિંગ ચેકપોસ્ટ પર બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા નરેશ દાદુભાઈ ભોયાને વલસાડ એસીબીની ટીમે ૬૩૦૦ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ભીલાડ વન પેદાશ ચેકિંગ ચેકપોસ્ટ પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા નરેશ દાદુભાઈ ભોયાને વલસાડ એસીબીની ટીમે ૬,૩૦૦/- રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. એસીબીને ફરિયાદ કરનાર પોતાની ટૂંકમાં મહારાષ્ટ્રથી ખેરના લાકડા ભરી નવસારી જિલ્લાના અમલસાડ ખાતે આવેલ લાકડાના ડેપોમાં ખાલી કરવા જતો હતો.


જે માટે ગુજરાત રાજ્યની હદમાં પ્રવેશ કરતા ભીલાડ વનપેદાશ ચેકપોસ્ટ ખાતેથી મહારાષ્ટ્રના પાસ ઉપરથી ગુજરાતના પાસ લેવાના હોય છે. આ એક પાસની કાયદેસરની ફી રૂ.૨૦ લેખે કુલ રૂ.૬૦ થતા હોય છે. પરંતુ, બીટગાર્ડએ હેતુલક્ષી વાતચીત કરી સહકાર આપનાર પાસે, એક પાસના રૂ.૨૫૦૦ લેખે ત્રણ પાસના રૂ.૭,૫૦૦/-ની માંગણી કરી હતી. જે સ્વીકારી તેમાંથી રૂ.૧,૨૦૦/- સહકાર આપનારને પરત આપી રૂ.૬૩,૦૦/-ની લાંચ સ્વીકારી હતી. જે સમયે લાંચનું છટકું ગોઠવનાર એસીબીની ટીમે બીટગાર્ડને ઝડપી પાડયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application