સુરતમાં રજા હોવાથી 3 મિત્રો બાઈક પર ફરવા નીકળ્યા હતા. જોકે તેમણે શહેરના વેસુ વિસ્તારમાં રોડ પર ટ્રાફિક-પોલીસ હોવાથી બાઈક BRTS રૂટમાં ઘુસાડી દીધું હતું. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી BRTS બસે અડફેટે લેતાં એક મિત્રનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતને લઈને બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયારે બે યુવકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સુરતના ઉમરવાડા ખાતે 18 વર્ષીય ફરીદ શેખ ગતરોજ રવિવારની રજા હોવાના કારણે બે મિત્રો સાથે બાઈક પર ફરવા નીકળ્યો હતો.
તે દરમિયાન અરુણવ્રત દ્વાર પાસે તેઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોડ પર ટ્રાફિક પોલીસ હોવાથી તેમણે બાઈક BRTS રૂટ પર બાઈક ઘૂસાડી દીધુ હતું. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી BRTS બસે બાઈકને અડફેટે લેતાં ત્રણેય મિત્રોને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરીદનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જોકે પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અકસ્માત બાદ બસનો ચાલક ભાગી ગયો હતો. ઘણા અંગે વેસુ પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application