કોટક મહીન્દ્રા બેંકમાંથી મેળવેલી લાઈટ કોમર્શિયલ વ્હીકલ લોનના બાકી લેણાંની ચુકવણી પેટે આપેલા 1.61 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિજય બારોટે દોષી ઠેરવી એક વર્ષની કેદની સજા કરી છે.
કોટક મહીન્દ્રા બેંક લી.ની ઘોડદોડ રોડ શાખામાંથી આરોપી કલ્પેશ ફીરકાભાઈ ચૌધરી રહે,મોટીચેર,વાડી ફળીયું તા.માંડવીએ કુલ રૂપિયા 3.96 લાખની લાઈટ કોમર્શિયલ વ્હીકલ લોન મેળવી હતી.જેના નિયત સમયમાં વ્યાજ સહિત લોનના હપ્તા ફરિયાદી બેંકમાં જમા કરાવવા અંગે લોન કરાર કર્યા હતા.પરંતુ આરોપીએ લોન મેળવ્યા બાદ હપ્તા ન ચુકવાતા ફરિયાદી બેંકને વાહનનો કબજો સુપરત કર્યો હતો.જેથી ફરિયાદી બેંકે વાહનની હરાજી કરી મેળવેલા નાણાં બાદ આરોપીએ લોનના બાકી લેણાં પેટે 1.61 લાખનો ચેક લખી આ પ્યો હતો. તે રીટર્ન થતા બેંકના અધિકૃત અધિકારી પ્રવિણ પાટીલે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને એક વર્ષનીકેદ તથા ફરિયાદી બેંકને વાર્ષિક ૯ ટકાના વ્યાજ સહિત નકારાયેલા ચેકની લેણી રકમ ન ચુકવે તો વધુ છ માસની કેદની સજા તથા સજાના અમલ માટે આરોપી વિરુધ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરવા હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application