મુંબઈનાં ડોંબિવલી જતી ફાસ્ટ ટ્રેનમાં 2013માં મહિલાને અણછાજતો સ્પર્ષ કરવા તથા પોતાનું ગુપ્તાંગ દર્શાવવા બદલ કોર્ટે આરોપીને એક વર્ષની અકારી કેદ ફટકારી છે. મુંબઈ જેવું મહાનગર ક્યારેય ઊંઘતું નથી અને લોકલ ટ્રેનો તેની જીવાદોરી છે તથા આવા બનાવો સમાજ પર ઘેરો પ્રત્યાઘાત ધરાવે છે, એમ મેજિસ્ટ્રેટ કોર્ટે નોંધીને 43 વર્ષનાં ભાંડૂપનાં આરોપીને સજા ફટકારી હતી. લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો નહોય એવું ભાગ્યે જ કોઈ જોવા મળશે અને લોકોનો આત્મવિશ્વાસ છે કે, પ્રવાસ દરમ્યાન ખાસ કરીને મહિલાઓ સુરક્ષીત છે.
આરોપીએ ગંભીર ગુનો આચર્યો છે અને તેના કૃત્યથી ફરિયાદી જ નહીં પણ સમાજ પર પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે, એમ મેજિસ્ટ્રેટ કેદારે જણાવ્યું હતું આરોપી પાસેથી સ્પ્રે બોટલ મળી હતી જે ઉત્તેજના માટેની હતી. આ વસ્તુ તેની માનસિકતા અને તેના મગજમાં ચાલતા વિચારો દર્શાવે છે. તેનું કૃત્ય મહિલાના અંગત અધિકાર, વ્યક્તિગત સ્વતંત્રતા અને આત્મસ્માન પર હુમલો છે, એમ કોર્ટે નોંધીને આરોપીને રૂપિયા 15 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. જેમાંથી રૂપિયા 10 હજાર મહિલાને આપવામાં આવે એવો નિર્દેશ અપાયો છે.
તા.25 ઓગસ્ટ 2013નાં રોજ કુલ્કા અને ઘાટકોપર સ્ટેશન વચ્ચે ટ્રેન બપોરે ચાર વાગ્યે પસાર થતી હતી ત્યારે મહિલા તેના પતિ સાથે બે સિની વચ્ચેનાં ગેપમાં ઊભી હતી. આરોપી આ પહેલાં તેને અયોગ્ય સ્પર્ષ કર્યો અને ત્યારબાદ તેને ધક્કો માર્યો હતો. મહિલાએ પાછા વળીને જોતાં આરોપીએ ગુપ્તાંગ દર્શાવ્યું હતું. પતિને જાણ કરતાં પતિએ તેને પકડયો હતો તેઓ ડોંબિવલી સ્ટેશને ઉતરી ગયા અને આરોપીને પોલીસને સોંપી દીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500