Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયા 2.50 લાખનાં ચેક રીટર્ન કેસમાં આરોપી મહીલાને એક વર્ષની કેદ

  • December 06, 2023 

પાંચ વર્ષ પહેલાં મિત્રતાના સંબંધના નાતે પતિએ મિત્ર પાસેથી હાથ ઉછીના લીધેલા રૂપિયા 2.50 લાખના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં આરોપી પત્નીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ નીરવકુમાર બિહારીભાઈ પટેલે એક વર્ષની કેદની સજા કરી છે. રાંદેર ખાતે ઝેરોક્ષ સ્ટેશનરીના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી યોગેશકુમાર રતીલાલ ઈંટવાલા (રહે.સગરામપુરા, ઢબૂવાલાની શેરી)ને રીક્ષાચાલક દત્તાભાઈ મહાડીક સાથે મિત્રતાના સંબંધ હોઈ જાન્યુઆરી 2018માં પોતાના ઘરના રીપેરીંગ માટે રૂપિયા 2.50 લાખ હાથ ઉછીના લીધા હતા.



જેના પેમેન્ટ પેટે દત્તાભાઈના પત્ની સુનિતાબેન મહાડીક (રહે.વિશ્વાસ એપાર્ટમેન્ટ,પાલનપુર)એ ફરિયાદીની લેણી રકમના લખી આપેલા ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. બચાવપક્ષ ફરિયાદીની ઉલટ તપાસ કે ફરિયાદપક્ષના પુરાવાનું ખંડન ન કરવાને બદલે ગેરહાજર રહ્યા હતા. આરોપીના  વિશેષ નિવેદન બાદ પણ પુરતી તક આપવા છતાં કોર્ટ સમક્ષ ગેરહાજર રહ્યા હતા. જેથી કોર્ટે આરોપીની વર્તણુંક તથા કાયદાકીય જોગવાઈને ધ્યાને લઈને આરોપી મહીલાને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ અને 60 દિવસમાં ફરિયાદીને ચેકની લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ બે માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application