મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ધમોડી ગામેથી વગર પાસ પરમિટે દેશી દારૂ બનાવી વેચાણ કરનાર એક ઈસમ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે આ કામે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુનાની પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ધમોડી ગામનાં ગોવાળી ફળિયામાં રહેતો એક ઈસમ પોતાના રહેણાકની બાજુમાં આવેલ પજારીનાં ભાગે દેશી દારૂની ભઠ્ઠી ચાલવી દેશી દારૂનું વેચાણ કરે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળા જગ્યા પર જઈ રેઈડ કરતા સ્થળ ઉપર એક ઈસમ હાજર મળી આવ્યો હતો જોકે પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગામીત (રહે.ધમોડી ગામ, ગોવાળી ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું અને દેશી દારૂની ભઠ્ઠીમાં દેશી બનાવવા માટે ગોળ કોણી પાસેથી લાવો છો તેવું પોલીસે પૂછતા આ ગોળ મહાવીર મીયારામ ગુજ્જર (રહે.ગતાડી ગામ, નિશાળ ફળિયું, સોનગઢ) નાઓની કિરાણાની દુકાનેથી લઈ આવું છું કહેતા પોલીસે મહાવીર ગુજ્જરને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવાના સાધનો જેમાં એલ્યુમીનીયમનો હાંડલો, એક પિત્તળની દેગડી, 8 લીટર દેશી, ગરમ વોશ 10 લીટર અને ઠંડો વોશ 45 લીટર સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500