Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના સાંઢકુવા પાસેથી બાઈક પર દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

  • September 22, 2021 

સોનગઢના સાંઢકુવા ગામ પાસેથી બાઈક પર દારૂની હેરાફેરી કરતા એક બાઈક ચાલકને ઝડપી પાડી દેશીદારૂ સુગંધી સંતરાની દારૂની બાટલીઓ અને બાઈક મળી કુલ રૂપિયા 24 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસને મળેલ બાતમીના આધારે સોમવારે સોનગઢના સાંઢકુવા ગામના ત્રણ રસ્તા પર વોચ ગોઠવી હતી,દરમ્યાન એક બાઈક નંબર જીજે/26/એલ/2926ને ઝડપી પાડી તપાસ કરતા બાઈક ચાલક વિક્રમભાઈ ઉકાજીભાઈ ગામીત રહે, આમલી ફળિયું,મેઢસિંગી ગામ તા.સોનગઢ, નાએ બાઈક પર મુકેલ એક પ્લાસ્ટિકના કોથળામાંથી દેશીદારૂ સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ 96 જેની કિંમત રૂપિયા 4, 800/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. બાઈક ચાલક વિક્રમભાઈ ગામીતએ ખેખડા ગામની સીમમાંથી અજાણ્યા ઇસમ પાસેથી દારૂ વેચાતો લઇ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું,

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈની ફરિયાદના આધારે 48,00/- દારૂ અને 20 હજારની બાઈક મળી કુલ રૂપિયા 24,800/- નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપી વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application