Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિનેમા રોડ પરથી આંક઼ડાનો જુગાર રમાડતા એક ઝડપાયો

  • August 08, 2021 

સિમેના રોડ અલ રબ્બાની ટી સેન્ટર પાસે જાહેરમાં વરલી મટકાનો આંકડાનો જુગાર રમાડતા એકને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રોકડ રકમ, મોબાઈલ સહિત કુલ રૂપિયા ૨૨ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જયારે બુકીને વોન્ટેડ બતાવ્યો હતો.

 

 

 

 

મહિધરપુરા પોલીસના સર્વલન્સ સ્ટાફના માણસોએ રાત્રે નવેક વાગ્યે સિનેમા રોડ અલ રબ્બાની ટી સેન્ટર પાસે જાહેરમાં મુંબઈથી નિકળતા ટાઈમ ઓપન, કલ્યાણ બંધ, ટાઈમ ઓપન, મીલન બંધ સહિતના આંકડાનો જુગાર રમાડતા મિતેષ દેવેન્દ્ર શાહ (ઉ.વ.૩૪.રહે,ચામુંડા આશીષ ઍપાર્ટમેન્ટ ધનમોરા કતારાગમ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે મિતેષ પાસેથી મોબાઈલ, રોકડા ૧૨,૦૭૦, આંકડા લખેલી કાપલી, સહિત કુલ રૂપીયા ૨૨,૦૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પુછપરછમાં બુકી કલ્પેશ ઈશ્વરલાલ મોદી (રહે,સૈયદપુરા) સાથે મળીને મોબાઈલના વોટ્સઅપ મારફતે ગ્રાહકનો સંપર્ક કરી જુગાર રમાડતા હોવાની કબુલાત કરતા કલ્પેશને વોન્ટેડ બતાવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application