વ્યારાના મુસા રોડ પર આવેલ તોરણ રેસીડેન્સીના એક મકાનમાંથી મોબાઈલ ફોનમાં ઓનલાઈન વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને જિલ્લા એલસીબીએ ઝડપી પાડી રકડ રકમ અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો, જોકે ત્રણ ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર બતાડવામાં આવ્યા છે.
જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ અરજીના આધારે સોમવારે રાત્રે આશરે આઠ કલાકના અરસામાં વ્યારાના મુસા રોડ પર આવેલ તોરણ રેસીડેન્સીના મકાન નંબર 228માં દરોડા પાડ્યા હતા. દરમિયાન મકાન બહારથી એક ઈસમને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કમલેશભાઈ પ્રવીણભાઈ ઢીમ્મર હોવાનું જણાવ્યું હતું. તેની અંગ ઝડતી કરતા એક બ્લેક કલરનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેમાં અગલ અલગ નંબર પર અલગ સમયે ઓનલાઈન અંકોના મેસેજ કરવામાં આવ્યા હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું.
એલસીબીએ કમલેશભાઈ ઢીમ્મરની વધુ પૂછપરછ કરતા મોબાઈલ ફોનના વોટ્સએપ પર વરલી મટકાના આંકો લખેલા નંબર (1) રમેશભાઈ ઉર્ફે બાપુ જગુ રાણા રહે, ગોલવાડ-વ્યારા (2) સુમિતભાઈ બાપુભાઈ રોકડે રહે, તાડકુવા-વ્યારા તેમજ (3) અવિનાશભાઈ અરવિંદભાઈ રાજપૂત રહે, વૃન્દાવાડી-વ્યારા, નાઓના હોવાના જણાવ્યું હતું. જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈની ફરિયાદના આધારે મુંબઈથી નીકળતા આંકો મોબાઈલમાં વોટ્સએપ પર રમાડનાર આરોપી સહિત કુલ ચાર ઈસમો સામે ગુનો દાખલ કરી, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6,700/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500