Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુણસદા ગામ માંથી દેશીદારૂ બનાવવા માટેનું રસાયણ સાથે એક ઝડપાયો

  • June 26, 2021 

સોનગઢના ગુણસદા ગામમાંથી દેશીદારૂ બનાવવા માટેનું આશરે 60 લીટર જેટલું રસાયણ સાથે એક શખ્સને ઉકાઈ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો શનિવારે મોડીસાંજે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળ્યા હતા તે દરમિયાન ગુણસદા ગામના આશ્રમ ફળીયામા રહેતો શાંતાભાઈ ગુરજીભાઈ ગામીતના ઘરની પજારીના ભાગેથી તપાસ કરતા 2 પ્લાસ્ટિકના કેરબામાં ગોળ પાણી મહુડાનું મિશ્રણ આશરે 60 લીટર જેટલું રસાયણ સાથે શાંતાભાઈ ગામીતને ઝડપી પાડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈની ફરિયાદના આધારે શાંતા ગામીત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application