Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દોણ ગામ નજીકથી દારૂ લઈ જતો એક ઝડપાયો

  • January 05, 2021 

સોનગઢના દોણ ગામ પાસે આવેલા જંગલ વિસ્તારમાંથી પસાર થતી એક બાઈકને અટકાવી તપાસ કરતા પાસ પરમીટ વિનાની વિદેશી દારૂની ૩૫ બોટલો મળી આવી હતી.

 

 

 

તાપી પોલીસને મળતી માહિતી મુજબ સોનગઢ-નવાપુરની સરહદ પાસે આવેલા દોણ ગામ પાસે પોલીસ વોચ ગોઠવામાં આવી હતી. જે દરમિયાન માહિતી પ્રમાણેની બાઈક(નં.જીજે/26/બી/2223) પસાર થતા તેને અટકાવી તપાસ કરતાં પાસ પરમીટ વિનાની વિદેશી દારૂની ૩૫ બોટલો મળી આવી હતી. આ દારૂ સાથે રતિલાલ બાબલાભાઈ ગામીત(રહે.દેવળ ફળિયું, દોણ, તા.સોનગઢ)ની અટક કરવામાં આવી હતી, જ્યારે દારૂ મંગાવનાર દિનેશ નેદાડા ગામીત(રહે.જામખડી)ને વોન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ૭૯૦૦/- રૂપિયાનો દારૂ એક મોબઈલ અને બાઈક એમ કુલ મળી ૨૮,૪૦૦/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application