Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીનાં છાપરા-મોગાર રોડ પર ટ્રક અને બાઇક વચ્ચેનાં અકસ્માતમાં એક વિધાર્થીનું મોત, એક ઈજાગ્રસ્ત

  • June 12, 2023 

નવસારી શહેરને અડીને આવેલા છાપરા મોગાર રોડ પર ટ્રક અને બાઇક સવાર વિદ્યાર્થીઓ વચ્ચે અકસ્માત થયો હતો જેમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું, જયારે અન્ય એક વિદ્યાર્થીને ઇર્જા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, નવસારીમાં આવેલી નામાંકિત એ.બી સ્કૂલના ટ્રસ્ટી રાકેશ કાલાવાડિયાના એકના એક 18 વર્ષીય પુત્ર દર્શ કાલાવાડીયા એ.બી સ્કૂલમાં સવારે ફૂટબોલ રમવા ગયો હતો. જ્યાં ઘરે પરત ફરતી વેળા ઈટ ભરેલા ટ્રકે વિદ્યાર્થીઓના બાઇકને ટક્કર મારી હતી જેથી દર્શ કાલાવડીયા અને 15 વર્ષીય નિહાર કાલાણી રોડ પર પટકાયા હતા.


જેમાં દર્શ કાલાવાડિયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારને થતા તેમના પર આભ તૂટી પડ્યું હતું. પરિવારના એકના એક પુત્રનું અકસ્માતમાં મોત થતા કાલવાડીયા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. વિજલપુર પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ થતા તાત્કાલિક તપાસ હાથ ધરી હતી જેમાં ટ્રક ચાલકની અટક અને ટ્રક કબ્જે કરવામાં આવ્યો હતા અને ફેટલ એક્ટ હેઠળ પુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application