Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અડાજણથી અઠવાલાન્સ બ્રિજનાં એક તરફનો ભાગ તા.28 જુલાઈથી તા.27 ઓગસ્ટ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે

  • July 27, 2022 

સુરત શહેરનાં કેબલ સ્ટેઈડ બ્રિજ બનીને ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો છે. વિશિષ્ટ પ્રકારનું સ્ટ્રકચર ધરાવતા બ્રિજની વિશિષ્ટ કાળજીનાં ભાગ રૂપે સ્ટ્રક્ચરલ હેલ્થ મોનીટરીંગ સિસ્ટમની કામગીરી માટે તારીખ 28 જુલાઈથી તારીખ 27ઓગસ્ટ સુધી અડાજણથી અઠવાલાઇન્સનો એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે બંધ કરાશે. કેબલ સ્ટેઈડ બ્રિજનાં મોનિટરિંગ માટે રૂપિયા 16.89 કરોડનાં ખર્ચે સિસ્ટમ નંખાશે અને રૂપિયા 2.97 કરોડનાં ખર્ચે યુનિક લાઇટિંગ સિસ્ટમ નાખવામાં આવશે તેના માટેની કામગીરી સોંપી દેવામાં આવી  છે.




જયારે તાપી નદી પર બનેલા કેબલ સ્ટે બ્રીજનાં કેબલ ઉપર જુદા-જુદા સેન્સર લગાવવામાં આવશે. જેની મદદથી કેબલ ફોર્સ, વાઇબ્રેશન, ટેમ્પરેચર, સ્ટ્રેસ મોનીટરીંગ, ડિસ્પ્લેસમેન્ટ, ડીફલેકશન, વિન્ડ પ્રેશર વિગેરે જેવા પેરામીટરનો રીયલ ટાઇમ ડેટા મેળવી શકાશે. આ તમામ ડેટાનું સંચાલન બ્રિજ નીચે કંટ્રોલ રૂમ બનાવવામાં આવે ત્યાંથી કરવામાં આવશે.




બ્રિજ પર આ અગત્યની કામગીરી થતી હોય બ્રિજ પર એક ભાગ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ હોય તે જરૃરી છે. આ માટે કમિશનર બંછાનિધિ પાની અને પોલીસ કમિશનર વચ્ચે મિટિંગ થઈ હતી અને સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે તેમજ કંટ્રોલ સિસ્ટમ માટે એક માસ માટે બ્રિજ બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો છે. જેથી હવે તારીખ 28મી જુલાઈથી તારીખ 27 ઓગસ્ટ દરમિયાન કેબલ સ્ટેઈડ બ્રીજનો અડાજણથી અઠવાલાન્સ તરફનો ભાગ એક માસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application