મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો ગુરૂવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી વાલોડ ટાઉન વિસ્તારમાં પ્રોહી. રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન ફરતા ફરતા વાલોડ સર્કલ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાલોડ પુલ ફળિયા ખાતે રહેતો એક ઈસમ પોતાના ઘરે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર જઈ રેડ કરતા ત્યાં એક ઈસમ હાજર મળી આવ્યો હતો.
જેથી પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સલીમબેગ નિઝામબેગ મિર્ઝા (રહે.વાલોડ ગામ, પુલ ફળિયુ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે પતરાની કેબીનમાં તપાસ કરતા પતરાની કેબીનમાંથી એક પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી જેમાં ભારતીય બનાવટની દેશી દારૂની કુલ ૨૪ નંગ બાટલીઓ મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી ગૌરવભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application