Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપરાડાનાં ખુંટલી ગામે બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એકનું ઘટના સ્થળ પર મોત

  • September 25, 2024 

કપરાડાનાં ખુંટલી ગામના પટેલ ફાળિયામાં રહેતા ઝીણાભાઈ બાપજીભાઈ જાદવ (ઉ.વ.૫૦) તેમની બાઈક લઈને ફળિયામાંથી ગામનાં ચાર રસ્તા પાસે જવા મટે નીકળ્યા હતા. આ વેળા સામેથી પૂરઝડપે આવી રહેલી બાઈકના ચાલકે તેની બાઈક ઝીણાભાઈની બાઈક સાથે ધડાકાભેર અથડાવીને અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં બંને બાઈક ચાલક સહિત અકસ્માત સર્જનાર બાઈક ચાલકની બાઈક પર સવાર અન્ય એક ઈસમ મળી, ત્રણેય વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. જે પૈકી ઝીણાભાઈને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર બાઇક ચાલક તથા તેની બાઈક પર સવાર ઈસમને ઓછી વત્તી ઈજા થતા તેમને નાનાપોંઢા સી.એચ.સી.માં દાખલ કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application