Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં ભડભૂંજા ગામે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત, બાઈક ચાલક સામે ગુનો દાખલ

  • September 02, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલ તાલુકાનાં આનંદપુર ગામનાં નિશાળ ફળિયામાં રહેતો જગુભાઈ કાથુડીભાઈ ગામીત નાઓ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તારીખ 30 ઓગસ્ટનાં રોજ ઉચ્છલનાં સેલુડ ગામમાં રહેતો જીલભાઈ યાકુબભાઈ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/AE/2828ને ભડભૂંજા ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર-53 ઉપર જય ભવાની હોટેલની સામે જાહેર રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પાછળ બેસેલ ઉમેશભાઈને રોડ ઉપર પછાડી દેતા તેણે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જયારે આ અકસ્માત સર્જી બાઈક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈ ફરાર થઈ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application