Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં પાટી ગામની સીમમાં બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત

  • October 10, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં કણધા રોડ પરથી પાટી ગામની સીમનાં ભાણપુર ફળિયામાંથી પસાર થતાં રસ્તા ઉપર બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક બાઈક ચાલકનું ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ડોલવણનાં પાટી ગામનાં ગેંગડી ફળિયામાં રહેતા રમેશભાઈ ગનાભાઇ ગામીતનાઓ ગત તારીખ ૦૭/૧૦/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/એફ/૩૨૪૫ લઈ ડોલવણનાં કણધા રોડ પરથી પાટી ગામની સીમનાં ભાણપુર ફળિયામાંથી પસાર થતાં હતા.


તે સમયે એક અજાણ્યો બાઈક નંબર જીજે/૨૧/એચ/૨૫૯૩નો ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રમેશભાઈ ગામીતની બાઈકને અથડાવી દઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં રમેશભાઈ ગામીત રોડ ઉપર પડી જતા તેમને મોઢાનાં ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે અરૂણભાઈ ગામીત નાંએ ગત તારીખ ૦૮/૧૦/૨૦૨૪નાં રોજ ડોલવણ પોલીસ મથકે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application