ઓલપાડ તાલુકાના સિવાણ ગામે ત્રણ રસ્તા ઉપર કદરામા ગામે રહેતા મોપેડ ચાલકને અજાણ્યા બાઈક ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા મોપેડ ચાલકનું હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમ્યાન મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કદરામા ગામે મુસ્લિમ ફળિયામાં રહેતા રફીક ગુલામ શેખ (ઉ.વ.૫૪) ગત તારીખ ૩૧-૭- ૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે તેમની મોપેડ નંબર જીજે-૦૫-એસકે-૯૯૬૦ લઈ સિવાણ ગામ તરફ જતા ત્રણ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા.
તે સમયે પુરઝડપે આવતી બાઈક નંબર જીજે-૦૫-પીયુ-૬૩૬૭ના અજાણ્યા ચાલકે રફીક શેખની મોપેડને ટક્કર મારી હતી. અકસ્માતમાં રફીક શેખ રોડ ઉપર પટકાતા તેમને ગંભીર ઈજા થઈ હતી. બાઈક ચાલકને પણ ઈજા થઈ હતી પરંતુ તે ફરાર થઈ ગયો હતો. રફીક શેખને સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે સુરત શહેરના અડાજણ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન રફીક શેખનું મોત થયું હતું. આ બાબતે મૃતકના ભત્રીજા મોહસીન મોહમદ શેખે ઓલપાડ પોલીસ મથકમાં બાઈક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application