ધરમપુરનાં ભવાડા ગામેથી પસાર થઇ રહેલ ગામનાં જ ટ્રેક્ટર ચાલકે જાગીરી ગામના યુવાનની બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સજર્યો હતો. જોકે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ધરમપુરનાં જાગીરી ગામના બારી ફળિયામાં રહેતા નવનિતભાઈ જગદિશભાઈ પાસાર્યાંની પત્ની ચેતનાબેન ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ગુરુવારે નવનિતભાઈ બાઈક નંબર જીજે/૧૫/જેજે/૨૦૬૩ લઈને પત્નીને નોકરીએ મુકવા જવા માટે નીકળ્યો હતો. જોકે બાઈક સવાર દંપતી આંબા-હનમતમાળ રોડ સ્થિત ભવાડા ગામેથી પસાર થઈ રહ્યું હતું.
તે સમયે આ રોડ પરથી પસાર થઈ રહેલા ટ્રેક્ટર નંબર જીજે/૦૧/એક્યુ/૯૧૭૬ અને ટ્રેક્ટર સાથે જોડવામાં આવેલ ટ્રેઇલર નંબર જીજે/૧૯/ટી/૬૪૭૪નાં ચાલક કરણ જેસીંગભાઈ મહાકાળ (રહે.ઉપલું ફળિયું, ભવાડા ગામ)એ સિગ્નલ આપ્યા વિના જ તેના વાહનોને અચાનક ટર્ન મારી દીધો હતો. આ સમયે નવનિતભાઈની બાઈકને પાછળથી ટક્કર વાગી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતી રોડ પર પટકાતા પતિને ગંભીર ઈજા થઇ હતી. જયારે પત્નીને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે નવનિતભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતકના પિતા જગદીશભાઈએ અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક સામે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application