વલસાડનાં વાપીના ચલા આલોક કોલોની મહેશભાઈની ચાલમાં રહેતા અને વાપી વેલસ્પન કંપનીમાં નોકરી કરતા મૂળ યુપીના મિત્રો ચંદન નરેન્દ્રભાઈ ઠાકુર (ઉ.વ.24) અને સંતોષ બનારસી હરજન (ઉ.વ. 23) જે બંને ગતરોજ વાહન પોતાના નામે ટ્રાન્સફર કરાવવા બાઈક નંબર GJ/15/DG/8750 પર વલસાડ જાવેદભાઈની દુકાનમાં આવ્યા હતા જ્યાંથી કામ પતાવી પરત બાઇક પર વાપી આવવા નીકળ્યા હતા. બાઈક ચંદન ચલાવી રહ્યો હતો પાછળ સંતોષ હરજન બેઠો હતો.
બગવાડા ટોલ બુથ ક્રોસ કર્યા બાદ તેમના પાછળ કન્ટેનર નંબર MH/06/BD/1351નાં ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બંને યુવક નીચે પટકાયાં હતાં. બાઇક પાછળ સવાર યુવક સંતોષ માર્ગ પર પટકાતાં કન્ટેનર ફળી વળતા તેને લઈ તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ચંદન ઘાયલ થતા એકત્ર થયેલા લોકોએ ઘટના સ્થળે 108ની ટીમને તેડાવી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે અકસ્માત સર્જી કન્ટેનર ચાલક કન્ટેનર લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application