સુરતનાં કામરેજ તાલુકાનાં ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતી તાપી નદીમાં નાહવા પડેલા ત્રણ યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી ગયા હતા. જયારે ત્રણ પૈકી બે યુવકોને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા હતા. જ્યારે એક યુવક ઊંડા પાણીમાં લાપતા થઈ ગયો હતો. લાપતા થયેલા યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી. મળતી માહિતી મુજબ, સુરતનાં ડીંડોલી ખરવાસા રોડ પર રહેતા રમાકાંતભાઈ રાધેશ્યામ દુબે (ઉ.વ.48) શાકભાજીના વેપારી છે. તેઓનો 18 વર્ષીય પુત્ર પીયુષ વરાછા ખાતે રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.
જોકે ગત તા.21 જૂનનાં રોજ પીયુષ તેના મિત્રો ચંદ્રેશ, અભિષેક, નીતીશ સાથે કામરેજ ખાતે આવેલા ગલતેશ્વર મંદિરમાં સ્વીમીંગ પુલમાં નાહવા ગયા હતા, પરંતુ સ્વીમીંગ પુલ બંધ હોવાથી ચારેય મિત્રો મંદિરની બાજુમાંથી પસાર થતી તાપી નદીના કિનારે નાહવા ગયા હતા. જ્યાં પીયુષ, અભિષેક અને ચંદ્રેશ ત્રણેય જણા નદીમાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન તેઓ ઊંડા પાણી સુધી પહોંચી જતા ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા હતા. જેથી બુમાબુમ થતાં સ્થાનિક માછીમારો ત્યાં આવી ગયા હતા અને ચંદ્રેશ અને અભિષેકને બચાવી લીધા હતા.
જયારે પીયુષ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જયારે લાંબી શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળ્યો બીજી તરફ બનાવની જાણ પીયુષનાં પરિવારને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે આવીને પીયુષની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે આ દરમિયાન ગતરોજ પીયુષની લાશ તાપી નદીમાંથી મળી આવી હતી. પીયુષના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પીયુષના પિતા શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જયારે તેને 14 વર્ષની નાની બહેન અને 7 વર્ષનો એક નાનો ભાઈ છે. બનાવ અંગે મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025