આસામનાં ધીગમાં 14 વર્ષની છોકરી સાથે સામુહિક દુષ્કર્મમાં શામેલ ત્રણ આરોપીઓમાંથી એક આરોપીનું શનિવારે સવારે મૃત્યુ થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જ્યારે પોલીસ ટીમ આરોપીને ક્રાઈમ સીન રિક્રિએશન માટે લઈ જઈ રહી હતી ત્યારે તેણે તળાવમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે, તેના હાથ પર હાથકડી બાંધેલી હતી. આરોપી તફઝુલ ઈસ્લામની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી અને શનિવારે તેને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો.
પોલીસે આ મામલે જણાવ્યું કે, આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો અને તળાવમાં કૂદી પડ્યો. ત્યારબાદ તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને લગભગ બે કલાક બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ગુરુવારે 14 વર્ષની છોકરી સાથે રીતે સામુહિક દુષ્કર્મ બાદ આસામના નાગાવ જિલ્લામાં લોકોમાં આક્રોશ છે. આ ઘટના બાદથી મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. વિદ્યાર્થી સંઘ અને વિભિન્ન સંગઠનોએ વિસ્તારમાં બંધનું આહવાન કર્યું છે. અહેવાલ પ્રમાણે સગીર છોકરી અડધી બેહોશીની સ્થિતિમાં તળાવ પાસે પડેલી મળી આવી હતી, તેની બાયસિકલ તળાવ પાસે જ હતી. કેટલાક સ્થાનિક નિવાસીઓએ છોકરીને જોઈ અને તાત્કાલિક પોલીસને તેની સૂચના આપી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500