પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે ભારતના લોકો વિવિધ તીર્થ સ્થાનોની યાત્રાએ જતા હોય છે જેમાં ભારતમાં ચારધામ યાત્રા અને બાર જ્યોતિલિંગની યાત્રા ખુબ જ પ્રચલિત છે પરંતુ વાત કરીએ તો ભારતમાં ઘણા બધા શિવ મંદિરો આવેલા છે અને કહેવાય છે કે, જ્યોતિલિંગનાં દર્શન કરવા માત્રથી જ વ્યક્તિને તેના બધા પાપોમાંથી મુક્તિ મળે છે જેમાં ખાસ વાત કરીએ ‘બાર જ્યોતિલિંગ’ની તો આ બાર જ્યોતિલિંગનું મહત્વ સૌથી વધારે છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવજી ત્યાં પ્રગટ થયા હતા. તે બાર જ્યોતિલિંગનાં રૂપમાં પૂજાય છે. ભગવાન શિવના આ પવિત્ર જ્યોતિલિંગ દેશના વિવિધ ભાગોમાં સ્થિત છે. આજે આપણે ભગવાન શિવના એવા સ્થળો વિશે જાણીશું કે, તેમના દર્શન કરવાથી જ વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે. તો જાણીએ આ ‘બાર જ્યોતિલિંગ’ છે ક્યાં-ક્યાં???
૧.શ્રી સોમનાથ જ્યોતિલિંગ...
ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે ‘સોમનાથ’નું ભવ્ય મંદિર આવેલ છે, જે ૧૨ પવિત્ર જ્યોતિલિંગમાનું સોમનાથ પ્રથમ જ્યોતિલિંગ છે. સોમનાથ મંદિરનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે સોમનાથનું મંદિર બે હજાર વર્ષ પહેલાનું છે એવું કહેવામાં આવે છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલ અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. જયારે એક દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે ચંદનના લાકડાનુ મંદિર બાંધ્યું હતું.
ચંદ્રદેવને ૨૭ પત્નીઓ હતી જેને આપણે આજે ૨૭ નક્ષત્રોના નામોથી ઓળખીએ છીએ. તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા. બાકીની ૨૬ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે, દરેક પત્ની સાથે સરખો પ્રેમભાવ રાખવો પણ ચંદ્રે વડીલની આજ્ઞા અવગણી. આથી દક્ષરાજે ક્રોધે ભરીને તેમને ‘ચંદ્ર તારો ક્ષય થાય’ એવો શ્રાપ આપ્યો આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે 'પ્રભા' પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન અને તપસ્યા કરી. તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તપથી પ્રસન્ન થયેલા શિવ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છૂટકારો થયો. ત્યારથી શિવજીની કૃપાથી ૧૫ દિવસ સુધી વધતો અને પછી ૧૫ દિવસ ઘટતો ચંદ્ર થાય છે.
૨.શ્રી મલ્લિકાર્જુન જ્યોતિલિંગ...
આંધ્રપ્રદેશના કુરનુલ જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમા શ્રીસેલમ જ્યોતિલિંગ આવેલું છે. મલ્લિકાર્જુન મંદિરના વિશે એક પ્રાચીન કથા છે. તે સમય દરમિયાન શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રાંરભ રૂપમાં દર્શન આપ્યા હતા. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું મહાભારતમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. પાંડવોએ આ જ્યોતિર્લિંગને સ્થાપના અહીંયાં કરી હતી ભગવાને રામે પણ આ મંદિરનાં દર્શન કર્યા હતા. હિરણ્યકશ્યપ જે ભક્ત પ્રહ્લાદના પિતા હતા તે પણ અહીંયાં પૂજા અર્ચના કરતા હતા.
ભારતમાં બાર જ્યોતિલિંગોમાં મલ્લિકાર્જુન બીજા સ્થાન પર આવેલું છે. અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે આ મંદિરમાં પ્રવેશ માટે ચાર દિશામાં ચાર દ્વાર આવેલા છે. જેને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મંદિરમાં પ્રવેશ માટે બહાર પગ ધોયા પછી પ્રવેશ મળે છે અને અહીંયા શિવજીના દર્શન કરવા જોઈએ નંદિની પરવાનગી લીધા બાદ ભક્તો અહીં મલ્લિકાર્જુન સ્વામીના દિવ્ય રૂપના દર્શન કરે છે. અહીંયા દર્શન કરવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે જે ધર્મ કર્મ કરવાથી જે પુણ્ય મળે છે તે મલ્લિકાર્જુન સ્વામીના દર્શન માત્રથી જ થાય છે.
૩.શ્રી મહાકાળેશ્વર જ્યોતિલિંગ...
ભારતમાં આવેલા બાર જ્યોતિલિંગમાંનું મહાકાળેશ્વર મંદિર ત્રીજા નંબરનું જ્યોતિલિંગ છે. આ જ્યોતિલિંગ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું છે. આ જ્યોતિલિંગ મધ્યપ્રદેશનાં ઉજ્જૈન નગરમાં શિપ્રા નદીના તટ પર આવેલું છે. મહાકાલેશ્વર જ્યોતિલિંગની વિશેષતા એ છે કે, આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિલિંગ છે અને ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનની રક્ષા કરી રહ્યા છે. મહાકાલેશ્વર જ્યોતિલિંગની વિશેષતા એ છે કે, એક માત્ર દક્ષિણ જ્યોતિલિંગ હોવાથી ત્યાંની ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
મહાકાલના સાચા મનથી દર્શન કરનારાઓ ક્યારે બીમારીનો કે મૃત્યુનો ભય રહેતો નથી મહાકાલ ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પૂજાય છે. ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં મુખ્ય ત્રણ વિભાગો આવેલા છે. તેના ઉપરના ભાગે નાગચંદ્રેશ્વર મંદિર છે. નીચે ઓમકારેશ્વર મંદિર અને સૌથી નીચે મહાકાલેશ્વરના દર્શન થઈ શકે છે. અહીં શિવના આખા પરિવાર સાથે માતા પાર્વતી ગણેશ અને કાર્તિક એના પણ દર્શન થશે અને અહીંયા એક કુંડ છે. તેમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઇ જાય છે.
૪.શ્રી ઓમકારેશ્વર જ્યોતિલિંગ...
ભગવાન શિવના બાર જ્યોતિલિંગમાં ચોથું જ્યોતિલિંગ ઓમકાલેશ્વર છે. તે મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું છે. આ જગ્યા પર ભગવાન શિવના બે મંદિરો છે. ઓમકારેશ્વર અને મમલેશ્વર એમ કહેવાય છે કે, દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છૂટું પડી ગયું હતું ઓમકારેશ્વરની વિશેષતા એ છે કે, અહીંનો પર્વત ઓમના આકારનો દેખાય છે અને નર્મદા નદી પણ ઓમ’ના આકારની વહેતી હોય તેવું દેખાય છે. માટે તેનું નામ ઓમકારેશ્વર છે. ઓમકારેશ્વરની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે.
શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતા અને પૌરાણિક કથા અનુસાર ઓમકારેશ્વરમાં વિદ્યા ચલે તપસ્યા કરી હતી શિવ પુરાણના અનુસાર અહીં દર સોમવારે ઓમકાર બાબા અને મમલેશ્વરજી પોતાની પ્રજાનું દુઃખને જાણવા માટે આખા નગરમાં ફરવા માટે નીકળતા હતા. ઓમકાર ભગવાનને વાજતા ગાજતા હોડીમાં બેસાડી મમલેશ્વર મંદિરવાળા ઘાટ પર લઈ જવામાં આવે છે અને પછી બંને ભગવાનની સવારી નગરમાં ફરવા નીકળે છે.
૫.શ્રી કેદારનાથ જ્યોતિલિંગ...
બાર જ્યોતિલિંગોમાં કેદારનાથનું મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. ઉતરાખંડ હિમાલય પર્વતની ગોદમાં આવેલું કેદારનાથ મંદિર પણ બાર જ્યોતિલિંગોમાં સામેલ છે. ચાર ધામોમાંનું એક મંદિર કેદારનાથ છે અહીંના પ્રતિકૂળ વાતાવરણને કારણે આ મંદિર માત્ર એપ્રિલ અને નવેમ્બરની વચ્ચે દર્શન માટે ખુલે છે. આ મંદિરનો જીર્ણોધ્ધાર આદિ શંકરાચાર્યએ કરાવ્યો હતો. કેદારનાથનો ખૂબ જ મોટો મહિમા છે બદ્રીનાથ અને કેદારનાથ ઉતરાખંડના બે મુખ્ય યાત્રાધામ છે. તે બંનેનુ ખૂબ મહત્વ છે. કેદારનાથની સાથે નરનારાયણની મૂર્તિ જોવાથી બધા પાપોથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
૬.શ્રી ભીમાશંકર જ્યોતિલિંગ...
બાર મુખ્ય જ્યોતિલિંગમાં છઠ્ઠું જ્યોતિલિંગ ભીમાશંકર છે. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રનાં પુણેથી ૧૧૦ કિલોમીટર દૂર સહ્યાદ્રી નામના પર્વત પર આવેલું છે. ભીમાશંકર જ્યોતિલિંગને મોટેશ્ર્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભીમાશંકર જ્યોતિલિંગના દર્શન કરવાથી વ્યક્તિના તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે. આ મંદિર ખુબ જ જુનુ અને કલાત્મક છે. શિવપુરાણમાં કુંભકર્ણના પુત્રનું નામ ભીમ હતું જે રાક્ષસ હતો. પિતાના મૃત્યુ પછી તેનો જન્મ થયો હતો તેમને ખબર નહોતી કે તેમના પિતા ભગવાન રામના હાથે મૃત્યુ પામ્યા છે. રામ’ને મારવા માટે ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી એટલે તેનુ નામ ભીમાશંકર પડ્યુ.
૭.શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિલિંગ...
કાશી વિશ્વનાથ મંદિર બાર જ્યોતિલિંગોમાંનું એક છે. આ મંદિર વારાણસી ગંગા નદીના કિનારે આવેલું છે. આ મંદિર વારાણસીમાં છેલ્લા ઘણા હજારો વર્ષોથી સ્થિત છે. કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે. એકવાર આ મંદિરની મુલાકાત લેવી જોઈએ અહીંયા પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે. કાશી વિશ્વનાથ મંદિરનું મુખ્ય દેવતા વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર નામથી ઓળખવામાં આવે છે. આ પવિત્ર મંદિર ગંગાના પશ્ચિમ કિનારે આવેલું છે. અને વારાણસી શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને કાશી વિશ્વનાથ મંદિર કહેવામાં આવે છે.
કાશી વિશ્વનાથ જ્યોતિલિંગ બે ભાગમાં છે જમણા ભાગમાં દેવી ભગવતી શક્તિ સ્વરૂપે બિરાજમાન છે. બીજી બાજુ ભગવાન શિવ સુંદર સ્વરૂપમાં બિરાજમાન છે તેથી જ કાશીને મુક્ત ક્ષેત્ર કહેવામાં આવે છે વિશ્વના દરબારમાં તંત્રના મુખ્ય ચાર દરવાજા છે. શાંતિનો દરવાજો નાનો દરવાજો પ્રતિષ્ઠાનો દરવાજો નિવૃત્તિનો દરવાજો આચાર દરવાજો જે તંત્રની દુનિયામાં અલગ અલગ સ્થાન ધરાવે છે. પવિત્ર ગંગામાં સ્નાન કરી અને કાશી વિશ્વનાથના દર્શન કરી આવીએ તો વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
૮.શ્રી ત્રંબકેશ્વર જ્યોતિલિંગ...
બાર જ્યોતિલિંગોમાં ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રનાં નાસિકથી 35 કિલોમીટર દૂર ગૌતમી નદીના કિનારે આવેલું છે. મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના લિંગ આવેલા છે. તેમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણ દેવતાઓ બિરાજમાન છે. આ તેની મોટી વિશેષતા છે. ભારતમાં સૌથી વધુ આ જ્યોતિર્લિંગ પૂજાય છે. અહીંયા કુંભનો મેળો પણ ભરાય છે અને ભક્તો ગૌતમ ગંગામાં સ્નાન કરીને ભગવાન શ્રી ત્રંબકેશ્વરના દર્શન કરે છે.
ગૌતમ ઋષિ, ગોદાવરી અને બધા દેવોની પ્રાર્થના પર ભગવાન શિવ આ સ્થળે નિવાસ કરવાનું નકકી કર્યું હતું. ત્યાંથી ત્રંબકેશ્વર નામ પડ્યું છે કેમ કે જ્યોતિલિંગમાનું સૌથી આશ્ચર્યજનક એ છે કે, તેના ત્રણ ચહેરા છે જે એક ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન રુદ્રનું સ્વરૂપ માનવામાં આવે છે. આ લિંગની આસપાસમાં જ મુકવામાં આવ્યો છે જેને ત્રિદેવ’નો ચહેરો માનવામાં આવે છે નીલમણી, હીરા અને ઘણા કિંમતી રત્નો આ તાજમાં છે આ મંદિર કાળા પથ્થરોથી બનેલું છે.
૯.શ્રી વૈદ્યનાથ જ્યોતિલિંગ...
વૈદ્યનાથ નવમાં જ્યોતિર્લિંગ પર આવે છે વેદનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ પ્રાંતનાં સાયલ પરગણાનાં ડુમકા નામના જિલ્લામાં આવેલું છે પહેલા બિહાર પ્રાંતમાં હતું વૈધનાથના દર્શન કરવાથી બધા કષ્ટો દૂર થઈ જાય છે આ જ્યોતિર્લિંગની કથા રાવણ સાથે સંબંધિત છે. ભગવાન શિવનો સૌથી મોટો ભક્ત રાવણ હતો એક વાર શિવને પ્રસન્ન કરવા માટે હિમાલય પર તીવ્ર તપસ્યા કરી રહ્યો હતો અને રાવણે તેના નવ માથા કાપીને શિવલિંગને અર્પણ કર્યા હતા.
જ્યારે તે પોતાનું દસમુ માથું કાપવા જઈ રહ્યો હતો ત્યારે શિવ પ્રગટ થયા ત્યારે ભગવાન શિવજીએ રાવણને વરદાન આપ્યું હતું કહેવાય છે કે, રાવણે વરદાનમાં એકલિંગ માગ્યું હતું ત્યારબાદ અહીંયાના લિંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યાંથી તેનુ નામ વૈધનાથ ધામ કહેવામાં આવ્યું છે.
૧૦.શ્રી નાગેશ્વર જ્યોતિલિંગ...
ભગવાન શિવનું નાગેશ્વર જ્યોતિલિંગ ગુજરાત રાજ્યની હદમાં દ્વારકાથી ૨૫ કિલોમીટરના અંતરે આવેલું છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને સર્પના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને નાગેશ્વરનો સંપૂર્ણ અર્થ સર્પનો સ્વામી એવો થાય છે. નાગેશ્વર જ્યોતિલિંગના દર્શન માત્રથી મનુષ્યના બધા જ પાપો અને દુષ્કર્મ ધોવાઈ જાય છે અને તે પૂર્ણ પ્રાપ્ત કરે છે નાગેશ્વરનો શબ્દનો અર્થ સપનો સ્વામી થાય છે જે હંમેશા ભગવાન શિવના ગળામાં જોવા મળે છે માટે આ મંદિરમાં ઝેર અને ઝેર સંબંધિત રોગોથી મુક્તિ મળે છે.
૧૧.શ્રી રામેશ્વરમ જ્યોતિલિંગ...
રામેશ્વરમ જ્યોતિલિંગ તમિલનાડુના જિલ્લામાં આવેલું છે રામેશ્વરમ હિંદુઓ માટે પવિત્ર યાત્રાધામ છે આ તીર્થ હિન્દુઓના ચાર ધામોમાંનું એક ધામ છે આ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગોમાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આની સ્થાપના ભગવાન શ્રીરામે કરી હતી માટે આ જ્યોતિર્લીંગની ભગવાન રામના નામથી રામેશ્વર નામ આપવામાં આવ્યું છે.
૧૨.શ્રી ઘૃષ્ણેશ્વર જ્યોતિલિંગ...
ગ્રિષ્ણેશ્વર જ્યોતિલિંગ ઔરંગાબાદ શહેરની બાજુમાં દોલતાબાદથી ૧૧ કિ.મી.ના અંતરે આવેલું છે ધુનેશ્વર મંદિર ભગવાન શિવના ૧૨ જ્યોતિલિંગમાંનું એક છે એમ કહેવામાં આવે છે કે, મંદિરમાં દર્શન કરવાથી તમામ પ્રકારની ઇચ્છાઓ પ્રાપ્ત થાય છે નિઃસંતાન લોકોને સંતાન પ્રાપ્ત થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On ApplicationIPS નીરજા ગોટરૂની GPSCનાં ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ
November 28, 2024બાંગ્લાદેશમાં હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કરી દીધો
November 28, 2024