દુનિયાભરમાં એક મોટી બીમારી એકસ જે કોરોનાથી પણ ભયંકર છે જેનાથી 5 કરોડના લોકોના મુત્યુ થઇ શકે છે. આ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી જાહેર કરી છે. નવી બીમારી એકસ કોવિડ મહામારી કરતા 20 ગણી ખતરનાક છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ડૉ.ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસ કહયું હતું કે, આ એક એવી બીમારી છે કે જે ગમે ત્યારે આવી શકે છે. આ અત્યંત ભયજનક બીમારીથી બચવા માટે વૈજ્ઞાનિકો વેકસીન પર સંશોધન કરી રહયા છે. કોરોનાથી દુનિયામાં 25 લાખ લોકોના મોત થયા હતા.
પરંતુ આ અત્યંત ઘાતક છે. ગ્લોબલ હેલ્થ એકસપર્ટસે એવી શંકા વ્યકત કરી છે કે એકસ કયાંક સ્પેનિશ ફૂલુ કરતા પણ વધારે તબાહી ના લાવે તો સારું છે. યાદ રહે 1918થી 1920 દરમિયાન સ્પેનિશ ફ્લુના કારણે 5 કરોડથી વધુના મુત્યુ થયા હતા. યુકેમાં વેકસીન ટાસ્કફોર્સના અધ્યક્ષ કેટ બિંઘમે જણાવ્યું હતું કે, આવી મહામારીઓ લાખો લોકોનું જીવન સમાપ્ત કરી નાખે છે. હેલ્થ એકસપર્ટનું માનવું છે કે કોરોના પહેલા પણ ડિસીઝ એકસ હતો જેને કોરોના નામ આપવામાં આવ્યું હતું. આથી જેવી બીમારી ધ્યાનમાં આવશે કે તરત જ તેનું નામ આપવામાં આવશે. એકસ એક પ્રકારનો પ્લેસ હોલ્ડર છે જેનો ચિકિત્સા વિજ્ઞાનમાં અજ્ઞાત બીમારી માટે ઉપયોગ થાય છે. હાલમાં આ બીમારી અને તેના લક્ષણો અંગે વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ જાણકારી આપી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application