કોરોના મહામારી બાદ યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે હવે સુરતમાં વધુ એક આશાસ્પદ 28 વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મૃત્યું થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતના હજીરા વિસ્તારમાં રહેતા યુવકને ઘરમાં અચાનક છાતીમાં દુ:ખાવો થતા તબિયત લથડી હતી. યુવકને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરતના હજીરા વિસ્તારમાં રહેતો 28 વર્ષીય રાહુલ સિંગ હજીરા ખાતે આવેલી રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હતો. દરમિયાન જ્યારે તેઓ તેના ઘરે રૂમમાં એકલો હતો ત્યારે અચાનક તેને છાતીમાં દુ:ખાવો થયો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આથી તબિયત લથડતા તેણે મિત્રોને ફોન કરી આ અંગે જાણ કરી હતી. મિત્રો પણ તાત્કાલિત રાહુલના ઘરે આવ્યા હતા અને ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સને ફોન કરી રાહુલને સુરતની નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો.
અગાઉ માર્ગ પર ચાલતા ચાલતા યુવકનું મોત થયું હતું
જો કે,સિવિલ હોસ્પિટલમાં રાહુલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં રાહુલને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેનું મૃત્યું થયું હોવાનું જણાયું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુરતના ઉધના વિસ્તારમાં 42 વર્ષીય વ્યક્તિને રસ્તા પર ચાલતા ચાલતા રસ્તા અચાનક હાર્ટ એટેક આવતા તે નીચે ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે ઉધના પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500