સોનગઢના ડોસવાડા ખાતે નિર્માણ પામનાર ઝીંક પ્રોજેક્ટના વિરોધમાં વધુ એકવાર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જિલ્લાના માજી સૈનિક સેવા સંગઠન અને ડોસવાડા ગામની લોક જનતા દ્વારા સોનગઢના મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વૈદાંતા ઝીંક કંપની ડોસવાડા ગામ ખાતે આવનારી કંપનીથી પ્રદુષણ ફેલાવવાની શક્યતા બની શકે છે. (૧) માનવ જાતની આરોગ્ય પર (૨) ખેતી લાયક જમીન પર (૩) પશુપાલન જીવો પર (૪) પક્ષીઓ પર (૫) આવનારી પેઢી પર વિનાશક બની શકે છે અને (૬)આજુ બાજુ ગામોના રહેનાર માનવ જાત પર અતિ વિનાશક ગંભીર બાબત બની શકે છે ડોસવાડા ગામ ખાતે ઝીંક કંપની આવનારી છે ત્યાંની જમીનનું અસ્તિત્વ જાણવા મળેલ છે કે આ જમીન ગામની ગૌચરની જમીન છે જે ગામના ગાય, ભેંસ ચરાવવા જમીન ફાળવેલ હોઈ છે સરકારના કાયદા અનુસાર અનુસુચિત જનજાતિનું (એસ.ટી.) પૈસા એક્ટ ૨૪૪ કલમ (૧૩) (૭) કે ભારત સરકારની ટ્રાયબલ યોજના ઘણી બધી જોગવાઈઓ આપેલ છે કાયદા અનુસાર જોવામાં આવે છે.
ગૌચરની જમીન ત્યાના આદિવાસી લોકજનતાની પશુપાલન જીવો માટે હોઈ છે અને ઝીંક કંપનીના અધિકારીઓ ભારત સરકારના કાયદાના વિરોધમાં ગૌચર જમીન પર પોતાની મનમાની પ્રમાણે પોતાનો કાયદો આગળ ઉભો કરે છે. આ યોગ્ય બાબત નથી. ડોસવાડાના આદિવાસી માજી સૈનિક અને ગામ લોક જનતા પર ખુલ્લે આમ અન્યાય થઇ રહ્યો હોવાનું જણાવી સોનગઢના મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500