Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી ચલણ, 20 કીલો ગ્રામ હેરોઈન અને રૂપિયા 5.86 લાખ રોકડા સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

  • November 18, 2022 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ લુધીયાણા જિલ્લામાં 20 કીલો ગ્રામ હેરોઈન પકડી પાડયું હતું. એનસીબીએ મળેલી બાતમીના આધારે એક દરોડો પાડી એક શખ્સની પાસેથી આટલા મોટાં પ્રમાણમાં હેરોઇન પકડી પાડવા ઉપરાંત તેની પાસેથી રૂપિયા 5.86 લાખ રોકડા તથા રૂપિયા 2,850નું વિદેશી ચલણ પણ જપ્ત કર્યા હતાં. તેની પાસેથી બે બુલેટસ 20 બ્રાન્ડેડ વોચ તથા કેટલાક રૂપિયાના સિક્કા પણ પકડી પાડવામાં આવ્યા હતા. તેમ એન.સી.બી.નાં ચંડીગઢ યુનિટના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. એનસીબી (ચંડીગઢ યુનિટ)નાં ડેપ્યુટી ડીરેકટર જનરલએ આ માહિતી આપતાં પત્રકારોને જણાવ્યું હતું કે, આ કેસનાં બે અપરાધીઓ નાસી છૂટયા છે. તે બંનેની શોધ ચાલે છે જ્યારે ત્રીજો અપરાધી પકડાઈ ગયો છે.




તે સર્વવિદિત છે કે, પાકિસ્તાનમાંથી જ હેરોઇન અફીણ વગેરે નશાકારક પદાર્થો ભારતમાં ઘૂસાડવામાં આવે છે તે પાછળ ભારતની યુવા પેઢીને અફીણ હેરોઇન વગેરેની નશાખોરી ઉપર ચઢાવી તેમનું જીવન બરબાદ કરવાની ભયંકર લાંબી જાળ છે. પાકિસ્તાનની આ નાપાક ગતિવિધિ દાયકાઓથી ચાલી રહી છે. તે એ માટે ડ્રોન વિમાનોનો પણ ઉપયોગ કરી રહ્યું છે તે પણ સર્વવિદિત છે. સમગ્ર ષડયંત્ર પાછળ પાકિસ્તાનની બદનામ જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (આઈ.એસ.આઈ.) છે તે પણ હવે સર્વવિદિત બની ગયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application