વલસાડનાં પારડી તાલુકાનાં બગવાડા રાષ્ટ્રમાં ધોરી માર્ગ ઉપર થયેલ અકસ્માતમાં ૩૮ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વાંકલ ગામના દેસાઈ ફળિયામાં રહેતા રામમિલન બુધ્ધિરામ યાદવ ગુરુવારે સાંજે લગભગ ૬:૧૫ વાગ્યે ઉમરગામથી પોતાની હોન્ડા સાઈન મોટરસાયકલ નંબર જીજે/૧૫/ડીએચ/૩૩૩૧ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પારસપંપ કંપની સામે વાપી-સુરત હાઈવે ઉપર એક ટ્રકના ચાલકે રામમિલનની મોટરસાયકલને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં રામમિલન યાદવને શરીરના ડાબા ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application