મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ખુશાલપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશાલ હાઈવે નંબર ૫૩ ઉપર સોનગઢથી બારડોલી જતા રોડ ઉપર તારીખ ૦૪/૧૦/૨૦૨૪નાં રોજ એક મહેન્દ્રા કંપનીનો બોલેરો પીકઅપ ટેમ્પો નંબર એમએચ/4141/એયુ/3220નો ચાલક નારાયણભાઈ અરવિંદભાઈ સાઉત (રહે.કુડાને, જિ.ધુલિયા) નાઓએ પોતાની કબ્જા બોલેરો પીકઅપ ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે તંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં રોડ ઉપર ડાબી સાઇડે પલ્ટી ખવડાવી અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં તેમની સાથે બેસેલ પુંડલીક દાજભાઉ બવિસકાર નાઓને માથનાં ભાગે તથા શરીરે ઓછી વત્તી ઇજા પહોંચી હતી. બનાવ અંગે ઉમેશભાઈ ગોંડે નાઓએ વ્યારા પોલીસ મથકે ચાલક નારાયણભાઈ સાઉત વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનોઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application