સોનગઢ-ઉકાઈ માર્ગ ઉપર ગત રાત્રીએ ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એટલો જબરદસ્ત હતો કે કારનું કચ્ચરધાણ નીકળી ગયું. જેના ફોટા હવે સોસિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. જોકે આ બનાવમાં કાર ચાલકને ઈજા પહોંચતા ઈમરજન્સી સેવા 108 ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવતું સીપીએમ પેપર મિલ પાસે ગતરાત્રીએ આશરે 11:45 કલાક ના અરસામાં એક અલ્ટો કાર નંબર જીજે/26/એ/6422 ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવ અંગે ઈમરજન્સી સેવા 108 ને પણ કોલ કરવામાં આવતા ગણતરીના સમયમાં એમ્બ્યુલન્સ સ્થળ પર પહોચી ગઈ હતી.
આ અકસ્માતમાં કાર ચાલકને ડાબા પગે ગંભીર ઈજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે. કાર ચાલક ધ્રુવિનભાઈ પટેલ (ઉ.વ.આશરે 22) રહે, પાથરડા કોલોની,ઉકાઈ તા.સોનગઢ નાને 108 ની મદદથી સારવાર અર્થે પહેલા સોનગઢની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો જતો ત્યારબાદ વ્યારા ખાતે આવેલ એકલવ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે બનાવ અંગે અત્યાર સુધી કોઇપણ પ્રકારની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500