ડાંગ જિલ્લાના પ્રજાજનોને કોરોના વિરોધી રસી આપીને, સુરક્ષિત કરવાના ભાગરૂપે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત આહવા તાલુકાના નાંદનપેડા ગામે વ્યાપક લોકજાગૃતિ કેળવવામા આવી રહી છે.
આહવા તાલુકાના નાંદનપેડા ગામે રસીની જાણકારી લેવા માટેગ્રામજનો ઉમટ્યા
જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતે ગાઢવી પી.એચ.સી. હેઠળના નાંદનપેડા ગામે વિશેષ ડ્રાઇવ આયોજિત કરીને, ગ્રામીણજનોને રસી બાબતે સાચી સમજ અને જાણકારી આપવાનુ કાર્ય આરંભ્યુ છે. વ્યાપક લોકજાગૃતિના સથવારે પરિણામલક્ષી કામગીરી હાથ ધરતા આરોગ્ય તંત્રે, પાડોશી સુરત જિલ્લાના કરચેલીયાના ખ્યાતિપ્રાપ્ત તબીબશ્રી ડો.નઈમ મન્સુરીની વિશેષ સેવા લઈને, બહુલ મુસ્લિમ સમાજની વસતિ ધરાવતા વિસ્તારમા વ્યાપક જનચેતના જગાવી હતી.
આગામી તા.૨જી ઓક્ટોબર સુધી સો ટકા વેકસીનેસન કરવાનો સહિયારો પ્રયાસ આરંભાયો છે.
રસીના લાભાલાભ વર્ણવતા ડો.મન્સૂરી સહિત ગાઢવીના આયુષ તબીબ ડો.પ્રિયંકા પટેલ, RBSK ના તબીબ ડો.ઇર્ષાદ વાણી, CHO શ્રી નદીમ પઠાણ, MPHW શ્રી સાજીદ શેખ, FHW પ્રીતિ, તથા ગામની આશા સહિત અગ્રણી ગ્રામજનોના સહિયારા પ્રયાસોના અહીં ફળદાયી પરિણામો મળવા પામ્યા છે.ઉલ્લેખનિય છે કે, ગાઢવી પી.એચ.સી. હેઠળના નાંદનપેડા ગામે ૪૫ થી ૫૯ વર્ષની વયજુથ ના ૧૪૫, ૬૦ પ્લસ ૧૨૧, અને ૧૮ થી ૪૪ વર્ષની વયજુથના ૫૯૪ લક્ષિત લાભાર્થીઓ આરોગ્યના ચોપડે નોંધાયા છે. જેમનુ આગામી તા.૨જી ઓક્ટોબર સુધી સો ટકા વેકસીનેસન કરવાનો સહિયારો પ્રયાસ આરંભાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500