બારડોલી તાલુકાનાં વઢવાણીયા ગામની દૂધ ડેરી પાસે ત્રણ સવારી મોટરસાઇકલ આગળ ચાલી રહેલા ટ્રેક્ટરના ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતાં મોટરસાઇકલ સવાર ત્રણ પૈકી એકનું મોત થયું હતું. જ્યારે અન્ય બેને ઇજા થતાં સારવાર અર્થે વ્યારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢના બેડી ગામે રહેતા રૂવજીભાઈ મંછાભાઈ ચૌધરી (ઉ.વ.53) મજૂરીકામ માટે સુરત જવા માટે ગામના ગુલાબભાઈ બાબુભાઈ ગામીત અને સંદીપભાઈ ભૂલજીભાઈ ગામીત સાથે મોટરસાઇકલ પર ત્રણ સવારી જવા માટે નીકળ્યા હતા. મોટરસાઇકલ ગુલાબભાઈ ચલાવી રહ્યા હતા.
તે સમયે બારડોલી તાલુકાના વઢવાણિયા ગામે પહોંચતાં ત્યાં દૂધડેરી પાસે ચાલક ગુલાબભાઈ આગળ ચાલી રહેલા ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતાં તેમણે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને તેમની મોટરસાઇકલ ટ્રેક્ટરના ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજા થતાં રૂવજીભાઈ ચૌધરીનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ચાલક ગુલાબભાઈને બેભાન અવસ્થામાં અને સંદીપભાઈ ગામીતને ઇજાગ્રસ્ત હાલતમાં વ્યારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતકના પુત્ર અશ્વિન ચૌધરીની ફરિયાદના આધારે બારડોલી ગ્રામ્ય પોલીસે મોટરસાઇકલ ચાલક ગુલાબ બાબુભાઈ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કડોદ આઉટ પોસ્ટના જમાદાર રાકેશ છગનભાઈ વસાવા કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application