Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દહેગામનાં સાહેબજીનાં મુવાડા ગામની સીમમાં બે બાઇક સામસામે અથડાતા એકનું મોત

  • December 02, 2024 

ગાંધીનગરનાં દહેગામ તાલુકાના સાહેબજીના મુવાડા ગામની સીમમાં ડબલ સવારી બે બાઇક સામસામે અથડાઇ પડવાના બનાવમાં ચાર લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત બનેલા ગામના દંપતિ પૈકી સારવાર દરમિયાન પતિનું મૃત્યુ થયુ હતું. આ બનાવ સંબંધમાં રખિયાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, દહેગામના સાહેબજીના મુવાડા ગામે રહેતા મનહરસિંહ ઝાલ તેમના પત્નીને લઇને બપોરે ભાઠા લેવા જવા માટે બાઇક પર નીકળ્યા હતાં. જુની મુવાડી પાસે રોડ ક્રોસ કરવા દરમિયાન તેની સામે આવતું ડબલ સવારી બાઇકે ટક્કર મારી દેતા દંપતી રોડ પર પટકાયુ હતું. જ્યારે અકસ્મતા સર્જનાર બાઇક ચાલક નવનીત રાઠોડ અને તેની પાછળ બેઠેલા જર્શન રાવળને પણ ઇજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે રખિયાલ અને બાદમાં દહેગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં માથામાં અને મ્હો પર ગંભીર ઇજા પહોંચવૌના પગલે મનહરસિંહ ઝાલાનું મૃત્યુ થયુ હતું. દરમિયાન પાટનગરમાં ખ રોડ પર દાંડી કુટિરની સામે મહાત્મા મંદિરના ગેટ પાસે વહેલી સવારે બનેલા અકસ્માતના બનાવમાં પીકઅપ ડાલાના ચાલકે ટક્કર માર્યાના પગલે રીક્ષાના ચાલક સેક્ટર ૧૩ પાસે છાપરામાં રહેતા મુળ વિરમગામના વતની એવા ૬૩ વષય સાબિરહુસેન પુંજાભાઇ સૈયદનું મૃત્યુ થયાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application