વ્યારા તાલુકાનાં ચીખલવાવ ગામમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર વ્યારાથી કાકરાપાર જતા રોડ ઉપર ચીખલવાવ ગામના નિશાળ ફળિયામાં પુલ પાસે ગત તારીખ ૨૭/૧૨/૨૦૨૪નારોજ મારૂતિ સુઝુકી આરટીકાનાં ચાલકે ગફલતભરી રીતે હંકારી મોટરસાઇકલને અડફેટે લેતાં ચાલક રાહુલભાઈ મંગાભાઈ ગામીત રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ થતા તેનું મોત થયું હતું. જોકે રાહુલ ગામીત (ઉ.વ.૩૭, રહે.ચીખલવાવ, ગામીત ફળિયું, વ્યારા) સોનગઢ કામ પરથી બીજા કામે ઉંચામાળા કેનાલ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન જેઓને અકસ્માત નડતા મોત થયું હતું. જયારે અકસ્માત કરનાર ચાલક કાર સ્થળ ઉપર મૂકી ભાગી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application