Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હેબતપુર ગામનાં પાટિયા નજીક પીકઅપ અને ટેન્કર વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત નિપજ્યું

  • January 03, 2025 

ભાવનગરનાં ભાવનગર-ધોલેરા હાઇવે રોડ ઉપર હેબતપુર ગામના પાટિયા નજીક બોલેરો પીકઅપ અને ટેન્કર અથડાયા હતા.પીકઅપ પલટી મારી ગયું હતી.અને ટેન્કર રોડ સાઈડનાં ડીવાઈડર પાસે .આ વિચિત્ર અકસ્માતમાં ટેન્કર ચાલકનું મોત થયું હતું. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ, ગત તારીખ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ બપોરના ચારેક વાગયાના સુમારે ભાવનગર જીલ્લાના ત્રાપજ ગામેથી મુકેશભાઈ અમરતભાઈ ભોયા (રહે.વાસંદા નાની ભમતી જી.નવસારી) અને તેમના શેઠ અલ્પેશભાઈ રાજુભાઇ આહીર બોલેરો પીકઅપ ગાડીમા ડુંગણીના રોપા ભરીને વાસંદા ખાતે જવા માટે નિકવ્યાં હતા અને મુકેશભાઈ ડ્રાઇવીંગ કરતો કરતા હતા.


તથા મારા શેઠ મારી  સાજના આશરે સાડા સાતેક વાગયાના સુમારે ભાવનગર-ધોલેરા હાઇવે રોડ ઉપર હેબતપુર ગામના પાટિયા નજીક બોલેરો પીકઅપ ગાડીની  સાઇડમા જતા હતા તેવામાં ધોલેરાથી એક ટ્રેન્કર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોગ સાઇડમા આવી બોલેરો પીકઅપના ડ્રાઇવર સાઇડ ભટકાડી બોલેરો પીકઅપને પલટી ખવરાવી દેતા ચાલક મુકેશભાઈ અને તેમના શેઠ અલ્પેશભાઈ રાજુભાઇ આહીરને ગંભીર ઈજા થતાં પીકઅપમાથી ટેન્કર પાસે જઈ જોયું ત્યારે ટેન્કર ચાલક ટેન્કરની કેબિનમાં બેભાન અવસ્થામાં હતો. દરમિયાનમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન દ્વારા જાણ કરવામાં આવતા તુરંત જ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ટેન્કરની કેબિનમાં રહેલા ટ્રક ચાલક જપાલસિંહ ભુરસિંહ ચૌહાણ (રહે બુરાર પુઠિયા તા.ભીમ જી.રાજસંમદ રાજસ્થાન)ને તપાસી મૃત જાહેર કર્યો હતો.આ બનાવ સંદર્ભે મુકેશભાઈએ ધોલેરા પોલીસ મથકમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application