ગાંધીનગર શહેર નજીક ભાટ ગામથી મોટેરા તરફ જવાના માર્ગ ઉપર મોપેડ ઉપર કાપડની ફેરી કરવા જવા માટે નીકળેલા પિતા પુત્રના મોપેડને પાછળથી બુલેટના ચાલકે ટક્કર મારતા પિતા રોડ ઉપર પટકાયા હતા અને શરીરે ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટના અંગે અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના આંબાવાડી સરદારનગર ખાતે રહેતા ધીરજ કિશોરભાઈ સભાગચંદાની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તે અને તેમના પિતા કિશોરભાઈ મોપેડ લઈને કાપડની ફેરી કરવા માટે નીકળ્યા હતા તેઓ ભાટથી મોટેરા તરફના રોડ ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન ધીરજના આંખમાં કંઈક જીવડું પડતા અચાનક જ તેણે રોડ સાઈડમાં મોપેડ ઊભું રાખી દીધું હતું. આ દરમિયાન જ પાછળથી પૂરઝડપે આવી રહેલા બુલેટના ચાલકે તેમના મોપેડને જોરદાર ટક્કર મારી હતી અને જેના કારણે તેમના પિતા કિશોરભાઈ ઉછડીને રોડ ઉપર પટકાયા હતા. જેના પગલે તેમના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટનાને પગલે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ગંભીર રીતે ઘાયલ કિશોરભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અકસ્માત સર્જીને બુલેટનો ચાલક નાસી છૂટયો હતો ત્યારે આ મામલે હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application