Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુના કુકરમુંડા ગામની સીમમાંકાર અડફેટે એકનું મોત, કાર ચાલક સામે ગુનો દાખલ

  • March 12, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝર તાલુકાના જુના કુકરમુંડા ગામની સીમમાંથી પસાર થતો નિઝર-ઉચ્છલ હાઇવે પર અજાણ્યા કાર અડફેટે આવતાં એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જયારે એકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી મહિતે મુજબ, નિઝર તાલુકાના જુના કુકરમુંડા ગામની સીમમાંથી પસાર થતો નિઝર-ઉચ્છલ હાઇવે પર ગતરોજ સવારના સમયે એક અજાણ્યા કાર નંબર MH/19/CV/4166ના ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડ તરફ હંકારી લાવી બાઈક નંબર MH/41/AD/6875ની સાથે અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ગણેશભાઈ અમરસિંહભાઈ પાડવી (રહે.ચીરમટી ગામ, પટેલ ફળિયું, તા.કુકરમુંડા)ને જમણા પગે ફેક્ચર થયું હતું, તેમજ નિખીલભાઈ પ્રકાશભાઈ વળવી (રહે.ચીરમટી ગામ, પટેલ ફળિયું, તા.કુકરમુંડા)નાઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે પ્રભાકરભાઈ ઢેડુભાઈ પાડવી (રહે.ચીરમટી ગામ, પટેલ ફળિયું, તા.કુકરમુંડા)નાંએ અજાણ્યા કાર ચાલક સામે નિઝર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application