બારડોલીનાં આફવા ઇસરોલી રોડ ઉપર બે બાઇક સામસામે અથડાતા એકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે’ને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે સિવિલમાં ખસેડાયામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આદિલ (સંબધી) એ જણાવ્યું હતું કે, મોહમદ સાહિલ શોકત અન્સારી (ઉ.વ.22) બનારસનો રહેવાસી હતો. બે ભાઈ અને બે બહેનોમાં પહેલા નંબરનો દીકરો હતો. માતા-પિતા અને પરિવારને છોડી ત્રણ મહિના પહેલા સુરત બારડોલી કામ શીખવા આવ્યો હતો.
જોકે JCB પર હેલ્પર તરીકે કામ કરતો હતો. વધુમાં જણાવ્યું હતું કે, મંગળવારની રાત્રે સાહિલ JCBના ચાલક કમલેશ યાદવ સાથે બાઇક ઉપર સવાર થઈ બારડોલીથી અલ્લુ બોરીયા ગામ આવી રહ્યા હતા. ત્યારે અચાનક આફવા-ઇસરોલી નજીક પેટ્રોલ પમ્પ પાસે સામેથી આવતી બાઇક સાથે અથડાતા બન્ને-ને ગંભીર ઇજા થઇ હતી. પ્રથમ નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ લઈ આવતા સાહિલને મૃત જાહેર કરાયો હતો. જ્યારે કમલેશને દાખલ કરાયો છે. અકસ્માત અંગે પોલીસ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application