Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના વીરપુર ગામ પાસે પીકઅપ અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક યુવકનું મોત, બે ઈજાગ્રસ્ત

  • August 11, 2024 

વ્યારાના વીરપુર ગામ પાસે આગળ જતી બોલેરોના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી બાઈક બોલેરો સાથે અથડાતા અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢના માંડળ ગામના રહીશ ઈશ્વરભાઈ પારસિંગભાઈ કોટવાળિયા (ઉ.વ.૩૧), આયનેશભાઇ અશ્વિનભાઈ ગામીત અને હિરલભાઈ બિપીનભાઈ ગામીત ત્રણેય ગત તારીખ ૯ના રોજ સાંજના સમયે બિરયાની બનાવવાનો સામાન ખરીદવા માટે બાઈક લઈને વ્યારા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન વીરપુર ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપર બોલેરો પીકઅપના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી બાઈક ભટકાતા ચાલક હિરલ ગામીત (ઉ.વ.૩૦., રહે.માંડળ)ને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઈશ્વરભાઈ તથા આયનેશભાઈ ગામીતને ફ્રેક્ચર તથા નાની-મોટી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઈજાગ્રસ્ત ઈશ્વરભાઈએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News