વલસાડ જિલ્લાના પારડી હાઈવે પર એક બાઇકને ડમ્પરે ટક્કર મારતા એકનું મોત નીપજ્યું હતુ. જેમાં પ્રજ્ઞેશભાઈ ચૌધરી બાઈક ઉપર સંજયભાઈ વાડસીભાઈ ચૌધરીને બેસાડીને ધોરણ પારડી નેશનલ હાઈવે નંબર-૪૮ પર અમદાવાદથી મુંબઈ જતા રોડ પર કટ પાસેથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન ડમ્પર નંબર ડીડી/૦૧/જી/૯૦૦૧ના ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી પ્રજ્ઞેશભાઈની બાઈકને ટક્કર મારી હતી. ત્યારબાદ અકસ્માત સર્જી ચાલક ડમ્પર લઇ ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક પ્રજ્ઞેશભાઈને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બાઇક પર ચાલકની પાછળ બેઠેલા સંજયભાઈને શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application