ડાંગના આહવા તાલુકામા ઘોઘલી ગામેથી ઇકો અને સ્વીફ્ટ કારમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો, જયારે 5’ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લાના એસ.પી.નાં માર્ગદર્શન હેઠળ ડાંગ L.C.B., પી.એસ.આઈ.એ જુગાર અને દારૂબદીને ડામવા માટે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. તે દરમિયાન L.C.B. સ્ટાફને બાતમી મળી હતી કે, ઇકો ગાડી નંબર GJ/19/AM/6536 તથા સ્વીફ્ટ કાર નંબર GJ/06/FQ/4857 અને એક I-10 કારમાં પરમીટ વગરનો દારૂનો જથ્થો ભરી ઘોઘલી ગામમાંથી પસાર થનાર છે.
જે બાતમીના આધારે પોલીસે ઘોઘલી ફાટકથી ઘોઘલીગામ તરફ જતા રોડ પર વોચમાં હતા. તે દરમિયાન પોલીસની ગાડી જોઈને સ્વીફટ કારના ચાલક પોતાની ગાડી પાછળ વાળવાની કોશીશ કરી હતી. પરંતુ પાછળ ઇકો ગાડી તથા I-10 કાર હોવાથી સ્વીફ્ટ કાર રોડની સાઇડમાં ઉતરી ફસાઇ ગઇ હતી. સ્વીફ્ટ કારમાં સવાર બે ઈસમો કાર છોડી નાસી છૂટયા હતા. જયારે ઇકો ગાડીમાંથી પણ એક ઈસમ નાસી છૂટયો હતો. I-10 કાર યુ-ટર્ન લઇ પરત ઘોઘલી ગામ તરફ ભાગી ગઈ હતી. પોલીસે ઇકો ગાડીમાંથી એક ઈસમ મનિષ પટેલ (રહે. રોહીણી ગામ, તા.પારડી, જિ.વલસાડ) નાની અટક કરી બંને કારમાંથી ઇંગ્લિશ દારૂની 821 બોટલ જેની કિંમત રૂપિયા 85,505/-મળી આવી હતી. આમ, પોલીસે 3 નંગ મોબાઇલ તથા બે કાર મળી રૂપિયા 4,70,505/-નો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500