Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાજીપુરા-વાલોડ રોડ ઉપર બે ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત, ફરાર થયેલ ચાલક સામે ગુનો દાખલ

  • March 04, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વાલોડનાં દેગામાં ગામ તરફથી આવતા રોડ ઉપર આવી બાજીપુરાથી વાલોડ તરફ જતા હાઇવે રોડ ઉપર આવતા ટાટા ટ્રક નંબર જીજે/૧૫/એટી/૨૫૪૯નાં ચાલકે પોતાના કબ્જાનો ટ્રક બાજીપુરાથી વાલોડ તરફ જતા રોડ ઉપર તારીખ ૦૨/૦૩/૨૦૨૩નાં રોજ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મન્સુરઅલી શૌકતઅલી નાઓની ટાટા ટ્રક નંબર જીજે/૧૮/ટી/૯૬૧૩ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.





જોકે આ અકસ્માતમાં ટ્રકનાં ચાલક મન્સુરઅલી શૌકતઅલીને માથાનાં ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોહમ્મદ વશીમ શેખની ફરિયાદના આધારે વાલોડ પોલીસ મથકે ફરાર થયેલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application