ડાંગનાં વઘઈ જી.ઈ.બી.નાં ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટનું ગીરાધોધ ફાટક પાસે કાર અડફેટે મોત નિપજ્યુ હતું. મળતી માહિતી મુજબ, ડાંગનાં વઘઇ તાલુકાનાં રંભાસ ગામે રહેતા અને વઘઇ જી.ઈ.બી. સબ ડિવિઝનમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ફરજ બજાવતા યોગેશભાઇ ધર્મુભાઇ ગાવિત (ઉ.વ.24) તારીખ 9મી જુલાઇનાં રોજ ઓફિસેથી સાંજનાં 7.30 વાગ્યે ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન હોર્નેટ બાઇક નંબર GJ/30/C/596 પર સવાર થઈ વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં ગીરાધોધ ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા.
તે સમયે સાપુતારા તરફથી બ્રિઝા કાર નંબર GJ/05/JQ/3908નાં ચાલકે રોંગ સાઇડમાં હંકારી લાવી યોગેશ ગાવિતની બાઇક સાથે અથડાવી દીધી હતી. જેને પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઇક ચાલક યોગેશભાઈ ગાવિતનું ગંભીર ઈજાને પહોંચી હતી. જોકે સ્થળ પરથી કાર ચાલક નાસી છૂટયો હતો. અકસ્માતમાં યોગેશને માથા તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વઘઇ સી.એચ.સી.માં ખસેડાયા હતા. પરંતુ ગંભીર ઈજાનાં પગલે તેમને ફરજ પરનાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. અકસ્માતમાં બાઇકનો ખુરદો બોલી ગયો હતો. બનાવ અંગે વઘઇ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application