Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભિલાડ નજીક તલવાડા હાઇવે પર ટેમ્પો અડફેટે આવતાં બાઈક સવાર એકનું મોત, બે ઈજાગ્રસ્ત

  • November 02, 2023 

ઉમરગામનાં ભિલાડ નજીક તલવાડા હાઇવે પર ટેમ્પો અડફેટે આવતાં બે’ને ઈજા પહોંચી હતી. જયારે આ અકસ્માતમાં ગંભીર ઈજાનાં કારણે એકનું મોત નિપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, વાપી છડવાડામાં રહેતી અંશિકાસિંગ સત્યપ્રકાશ રામસિંગનો પતિ વાપીમાં અજય ઇલેક્ટ્રોનિક્સમાં કામ કરે છે. જોકે રવિવારે મજૂરો દીપકકુમાર તથા રોશન રાજકુમારી યાદવ સાથે કંપનીના કામ માટે મહારાષ્ટ્રના અછાડ ગયા હતા. તેમજ કામ પતાવીને બજાજ બાઈક નંબર GJ/15/BR/7030 ઉપર પરત વાપી આવી રહ્યા હતા.



તે સમયે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે મુંબઈથી સુરત તરફ જતા હાઇવે પર ભિલાડ નજીક તલવાડામાં આઇસર ટેમ્પો નંબર MH/48/AY/6126 ચાલક રાકેશ જાટે ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પાછળથી બાઈકને ટક્કર મારતા અકસ્માતમાં બાઈક પર સવાર આ ત્રણેયને ઇજાઓ પહોંચી હતી. જેમાં ગંભીર ઇજાના લીધે રોશન રાજકુમારી યાદવને સારવાર માટે કોટેઝ હોસ્પિટલ સેલવાસમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું. બનાવની જાણ ભિલાડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે આઈસર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application