Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ માં શંકાસ્પદ 20 કિલોગ્રામ માંસના જથ્થા સાથે એક ઝડપાયો

  • October 08, 2020 

સોનગઢ માં અવાર નવાર શંકાસ્પદ માસ પકડાવાના બનાવો નોંધાતા હોય છે ત્યારે સોનગઢ પોલીસે જેસિંગપુરા ટેકરા ઓવર બ્રિજ નજીકથી એકટીવા ગાડી માંથી મળી આવેલ શંકાસ્પદ માંસના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.

 

પ્રાપ્ત માહિતી અનુસાર સોનગઢના જેસિંગપુરા ટેકરા ઓવર બ્રિજ નજીકથી આજરોજ સ્થાનિક પોલીસને મળી આવેલ એક મોપેડ એકટીવા ગાડી માંથી તપાસ દરમિયાન ગાડીના આગળના ભાગે મુકેલ એક કળા કલરના થેલામાં એક કાપડની થેલીમાં પ્લાસ્ટિક નંગ-20 જેટલી થેલીઓમાં આશરે 1-1 કિલો ગ્રામ માંસ ના ટુકડા ભરી

 

કુલ 20 કિલો ગ્રામ શંકાસ્પદ માસ ના ટુકડા તથા માસની હેરફેર માટે ઉપયોગમાં લેવામાં આવતી એકટીવા નંબર જીજે/26/કે/1788 ગાડી  સાથે અબરાર અસ્લમ બાગવાન (ઉ.વ.27) રહે, ઈસ્લામપુરા,ગાંધી સ્કુલ પાસે-સોનગઢ નાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે શંકાસ્પદ માસનો જથ્થો તેમજ 25 હજારની કિંમતની એકટીવા ગાડી કબજે કરીને માંસના ટુકડા પરિક્ષણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ વિપુલભાઈ હરગોવનભાઈની ફરિયાદના આધારે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News