મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લામાં આવેલા અક્કલકુવા તાલુકાનાં ખાપર ગામ પાસેથી ભારતમાં પ્રતિબંધ મૂકેલા એચ.ડી. બીટી કપાસનાં 15 લાખ રૂપિયા કિંમતનું નકલી બિયારણ ભરેલી ટ્રક પકડાતા ખેડૂત પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ મામલે નંદુરબાર જિલ્લાનાં ખેતીવાડી અધિકારીની ફરિયાદનાં આધારે અક્કલકુવા પોલીસ મથકનાં ચોપડે ટ્રકની ચાલકની અટકાયત કરી અને તાપી જિલ્લાનાં નિઝર તાલુકાનાં વેલદાનો એગ્રો સેન્ટરનો માલિક અને અમદાવાદનાં સ્ટાર લોજિસ્ટિકનાં માલિક એમ બે શખ્સો સામે વિવિધ કલમો હેઠળ નોંધી બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખાપર ગામ પાસેનાં અક્કલકુવા રસ્તા પર આવેલી જિનિંગ પ્રેસિંગ/ ગ્રાઉન્ડ પાસેથી આઈસર ટ્રક નંબર MH/18/BG/7429માં કપાસનાં પાકમાં વપરાતું અને ભારતમાં પ્રતિબંધિત એવા યોદ્ધા હાઇડ્રિક નકલી બિયારણ ભરી વેચાણ કરવાના ઇરાદે લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે ખેતીવાડી અધિકારી સ્વપ્નિલ અરુણરાવ શેળકેએ તારીખ 1 મે’ના રોજ બપોરે ટ્રકની તલાસી લેતા તેમાંથી 15 લાખ રૂપિયા કિંમતની 20 ગુણ તેમાં એક હજાર પાઉચ નકલી બિયારણ મળી આવ્યું હતું. અધિકારીએ ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ યોગેશ રાજેન્દ્ર પાટીલ જણાવ્યું હતું. આમ, પોલીસે નકલી બિયારણ અને ટ્રક મળી કુલ રૂપિયા 30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે ચાલકની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી જેથી આરોપીએ આ ગુનામાં સંડોવાયેલ સ્ટાર લોજિસ્ટિકનાં માલિક સુમરા રાણીલ અબ્દુલ (રહે.અમદાવાદ) અને ખેડૂત એગ્રો સેન્ટરનાં માલિક વિપુલ પટેલ (રહે.વેલદા ગામ, તા.નિઝર, જિ.તાપી)નાં નામ આપતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application