Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સબસીડીયુકત નીમ કોટેડ યુરિયાની ૫૨ બેગો સાથે એક ઝડપાયો

  • March 29, 2023 

સુરતની સંયુકત ખેતી નિયામક(વિ.)ને સચીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે શંકાસ્પદ નીમ કોટેડ યુરીયા સંગ્રહ કરેલ હોવાની માહિતી સુરત ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇનસ્પેકટરશ્રી એચ.એમ.ગઢવી દ્વારા આપવામાં આવતા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સુરત સીટીના ખેતી અધિકારીશ્રી વિશાલકુમાર કોરાટ તથા અન્ય ખેતીવાડી અધિકારીઓ સાથેની ટીમ દ્વારા તા.૧૩/૦૩/૨૦૨૩ના રોજ ડી..સી.બી પોલીસને સાથે રાખીને સચીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક  સ્થિત ZIYA TEX CHEM ડી/૧-૨૬,૨૭ના ગોડાઉનમાં તપાસ કરતા સરકારના સબસીડીવાળા નીમ કોટેડ યુરીયા ખાતરની કુલ-૫૪૧ ખાલી બેગો અને સબસીડીયુકત ભાવ પ્રમાણે ૫૦ કિ.ગ્રા વાળી ૫૨ (બાવન) નંગ કુલ.રૂ.૧૫,૩૯૨ની યુરીયા ભરેલી મળી આવી હતી.



યુરીયા ભરેલ બેગ તથા ખાલી મળી આવેલ બેગ બાબતે હિમાશું મુકેશચંદ્ર  ભગતવાલા(રહે, ૩૮, રામદેવનગર સોસાયટી વિભાગ-૨, પાલનપુર પાટીયા, રાંદેર રોડની પુછપરછ કરતા તેઓએ ક્રીશક ભારતી ક્રોપોરેટીવ લિમિટીડે દ્વારા ઉત્પાદિત ખેત વપરાશ અંગેના સરકારના સબસીડીયુક્ત નીમકોટેડ યુરીયાને અદલા બદલી કરી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય કરતા હોવાનું જણાવ્યું હતું.

           

લેબોરેટરીમાં નીમ કોટેડ યુરિયા હોવાનું સાબિત થયું હતું. આ સબસીડીવાળા રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયા ખેતીના બદલે અન્ય ઔદ્યોગીક વપરાશના હેતુસર પોતાના તાબામાં રાખ્યુ હોય તેમના વિરૂધ્ધ સચીન પોલીસ સ્ટેશનમાં ખેતીવાડી અધિકારી વિશાલ કોરાટે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસ સબ ઈન્સપેકટરશ્રી દિનેશભાઈ સિસોદીયા કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application