મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલના ધજ ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ-સોનગઢ હાઇવે રોડ ઉપર અજાણ્યા કાર ચાલકે બાઈકને સામેથી ટક્કર મારતા બાઈક પર સવાર એક યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. જયારે બાઈક પાચલ બેસેલ એક યુવકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલના ફૂલવાડી ફળિયામાં રહેતા વિજયભાઈ સિંગાભાઈ ગામીત તથા સુનિલભાઈ ભીલકયાભાઈ ગામીત નાઓ રવિવારનાં રોજ સવારનાં સમયે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/05/GA/9838 ઉપર ધજ ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ-સોનગઢ હાઇવે રોડ ઉપર આવેલ સોમનાથ નદીના પુલ ઉપરથી પસાર થતા હતા.
તે દરમિયાન એક કાર નંબર GJ/06/HS/5175નાં ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં વિજયભાઈને માથામાં તેમજ ડાબી આંખની ઉપર કપાળના ભાગે, જમણા પગે અને ડાબા પગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સરવાર દરમિયાન વિજયભાઈનું ઉચ્છલ સરકારી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકની પાછળ બેસેલ સુનિલભાઈને માથાના ભાગે તેમજ શરીરે ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે સિંગાભાઈ બોદલીયાભાઈ ગામીત નાએ ઉચ્છલ પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application