ચીખલીનાં બગલાદેવ મંદિર પાસેથી દારૂ ભરેલ ઇકો કાર સાથે એકની અટક કરી રૂપિયા 2.39 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. રાત્રિનાં સમયે ચીખલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ કલરની ઇકો કાર નંબર GJ/05/JE/5548માં દારૂ ભરી સેલવાસથી નીકળી ખેરગામ, ચીખલી થઇ સુરત તરફ જનાર છે. આ બાતમીનાં આધારે ચીખલી પોલીસનાં સ્ટાફે બગલાદેવ મંદિર સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ઇકો કાર આવતા તેને રોકી તલાશી લેતા સીટની નીચેનાં ભાગે પુઠાના બોક્ષમાં લઈ જવાતો દારૂ તેમજ ટીન બિયર નંગ 403 રૂપિયા 86,100/- મળી આવી હતી.
આ અંગે પાસ પરમીટ માંગતા નહીં હોવાનું જણાવતા આમ પોલીસે મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 2,39,100/-નો મુદ્દામાલ કબ્જે કરી દારૂ ભરેલ કારનું વહન કરનાર ચિરાગ પટેલ (ઉ.વ.24, રહે.ખૂટેજ સરકારી કૂવા ફળિયું, પરિયા, તા.પારડી, જિ.વલસાડ)ની અટક કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર તેમજ રવિ મનશુખભાઈ દોમાડીયા (રહે. 6-જય ભવાની સોસાયટી, વરાછા રોડ, સુરત)ને વોન્ટેડ જાહેર કરી પી.એસ.આઇ. તપાસ કરી રહ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500